Thursday, 14 June 2018

ગઝલ

અડધી રાતે એવા સપના જોયા છે મે
ઓશિકાને આજે રડતા જોયા છે મે

મૌન તણા આંસુઓની શું વાત કરું હું
આખો ફરતે ડાગા ગમના જોયા છે મે

આગળ વધતી વેળે પગ તાણે છે કોઈ
બીજા તો નહિ માણસ ખુદના જોયા છે મે

યાદોના બાવળ ઉગે કે ના ઉગે પણ
સંધ્યા ટાણે ફૂલો ખરતા જોયા છે મે

એક તરફ આપ અને એક તરફ હું, દ્વારે
મૂંગા મોઢે ચ્હેરા રડતા જોયા છે મે

સોલંકી દીપક કિશોરભાઈ 'રહીશ'

No comments:

Post a Comment