Tuesday, 23 October 2018

ગઝલ

નાની નાની વાતે પડતું વાંકું,
અધખુલી એ કળીઓએ આ સાસુમાનું સહેવું પડતું ડાકું,

ઘર વચ્ચોવચ બેઠાં સાસુ આખ્ખો દિવસ કળીઓને ધમકાવે,
ભમરાઓને શસ્ત્ર બનાવી સૌ કળીઓને ખીલતાં વેંત ડરાવે,
ક્યારેય એમને એમ ન થાતું અંદર અંદર હું પોતાને માપું?
નાની નાની વાતે પડતું વાંકું.

સાસુમા તો વારેઘડીએ લઈને બેસી જાતાં જૂની વાતો,
આવડે એમને કાંઈ નહીંને રાખે એ તો મોટ્ટે મોટ્ટો ફાંકો,
આડા ઉભા વેતરી નાખે સૌને એ તો રાખે જીભમાં ચાકૂ,
નાની નાની વાતે પડતું વાંકું.

નાની શી આ કળીય એક દી બની જવાની સાસુ નામનું શૂલ, 
એ ય કાઢશે આવનારી કળીઓની નાની નાની વાતે ભૂલ,
આખ્ખું ચક્ર સદીઓથી આ ચાલે છે ને ચાલતું રહેશે પાકું,
નાની નાની વાતે પડતું વાંકું,

મણિલાલ જે.વણકર

No comments:

Post a Comment