🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મનમોજીનું એવું
મન મોજીનું એવું છે જે ગમતા તાલ બજાવે,
કોઈ ફૂંકે છે ઘાટમઘાટું કોઈ તીણા સૂર સજાવે.
હળવે ચાલ મજાની રમતા પરગટ દીવડા ઝલકે,
સાત સમંદર પાર રમે કોઈ અચલી લઈને છલકે.
નીજી દરમાં ચૂંચૂં મ્યાઉ કોઈ ખડા બજારે મલકે,
લાગી જા મન મુકીને તું કોઈ આવે કોઈ જાવે.
મન મોજીનું એવું....
મલકત હોઠે ઝીલે કોઈ આંખિયનમે ઉજિયારા,
કોઈ ફૂલને માથે રાખે કોઈનું ફળિયું ફૂલહારા.
કોઈ ધારોધાર નીકળતા તો કોઈ કટારી બારા.
ચિતરે રંગ રેખનમે કોઈ શબદ પીંછી ઝબકાવે.
મન મોજીનું એવું....
તને ગમે તે તારું મનવા મને ગમે તે મારું પ્યારા,
કોઈ વેગે ચડતા વેગી ને કોઈ ઊભા પંથે ન્યારા.
પાંખ વીંઝે નભમાં ને કોઈ ખખડાવે સાંકળ પ્યારા.
ડેલી મધ્યે વરસે હેલી તૂં હી તૂં હી ગીતવાં ગાવે.
મન મોજીનું એવું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment