આવી જાને,કાં સદીઓથી સતાવે છે?
જાત પોતાનાથી શું કરવા છુપાવે છે ?
નામથી તારા અહીં દુકાનો ચાલે છે,
શું વહીવટ એનો ત્યાંથી તું ચલાવે છે?
આખલાઓ ગાયને રગદોળે છે જ્યારે,
ગાય નહીં,ને આખલાને તું બચાવે છે?
ગુરુની કિંમત નજીવી છે અહીં પ્રભુ,
લોકો એને આંગળીમાં પણ સજાવે છે,
પ્હેલાં પકડે આંગળી ને બાદમાં પહોંચો,
કાળજીથી એ પછી સૌને પતાવે છે.
મણિલાલ જે.વણકર
No comments:
Post a Comment