🙏. ફરિયાદ
એક ગીત
શું કરું ફરિયાદ પ્રભુ બસ,
એટલું વર આપજે,
ફટકો કોઈ મરણતોલ પડે,
ત્યારે તૂં મને સંભાળજે...
આઘાત સૌ જીલવાની, આદત બૂરી, બસ, આટલી,
થઈ કણૅ કેરાં કવચ તૂં, બસ, મુજ ને સંભાળજે...
ધક્કા ઘણાંએ લાગ્યા છે,
આ જીવન ઈમારત ને મારી,
આવી પડે જવલેણ, તોયે, તું જ ઊભી રાખજે.....
ઉત્તર દીધાં સૌ એ અમે,
જીવન કેરાં પ્રશ્ન ના,
જેવા પડ્યાં, તેવા દીધા,
એ સ્થિતિ એ તૂં રાખજે....
અંજના ગાંધી (મૌનું)
મુંબઈ. 16-10-2018
No comments:
Post a Comment