આંખ્યુ જો ચાતક થઈને તરસે,
મારું ચોમાસું લથબથ લથબથ વરસે..
જળની કંકોતરી ને જળના છે અક્ષર,
સાનભાન ભુલાવે એવા છે નખતર,
આખુ આ આભ પછી, મારા ફળિયે આવી ઉતરશે,
મારું ચોમાસું લથબથ લથબથ વરસે.
લાગણીનો છોડ મારા કમખે ફૂટે છે,
શમણાંમાં આવી મારું હૈયું લૂંટે છે,
નખરાળો છાંટો મારા, હોઠે આવીને ચુમી ભરશે.
મારું ચોમાસું લથબથ લથબથ વરસે..
જીવતરની સાવ મારી સુક્કીભઠ્ઠ ધરતી,
રોમ રોમ ઝંખે તારી પ્રિત્યુની ભરતી,
વરસી જા તું નહી તો, જળજળિયા વર્ષામાં ભળશે,
મારું ચોમાસું લથબથ લથબથ વરસે..
શૈલેષ પંડ્યા.... નિશેષ.
No comments:
Post a Comment