Tuesday, 23 October 2018

ગીત

હરિ.!  તમે તો સાવ જ અંગત સાંભળજો આ અરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમા તમે કરજો  ફોટા સાથે અરજી!

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં,
હરિ તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમા તમે કરજો  ફોટા સાથે અરજી!

હરિ! તમારી જનમકૂંડળી લખજો કોરા પાને,
મારા ઘરનાં બધા લોકો જન્માક્ષરમાં માને
હરિ,  આપજો માંગુ મૂશળધારે ગરજી ગરજી...
એમા તમે કરજો  ફોટા સાથે અરજી!

ઘરવાળાઓ ના પાડે તો આપણે જાશુ ભાગી,
લગ્ન કરીશું, ઘર માંડીશુ, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી!
એમા તમે કરજો  ફોટા સાથે અરજી!

મુકેશ જોષી....

No comments:

Post a Comment