Tuesday, 23 October 2018

ગઝલ

આપ  ચાલો  એ  લયમાં ચાલે છે
આ કલમ એક્ વિષયમાં ચાલે છે !

સવપ્નમાં   રાતના    ઊડે છે એ
જે    દિવસના સમયમાં ચાલે છે !

કંઇક   બોલે   તમારી   ધડકનમાં
એ   જ   મારા   હ્રદયમાં ચાલે છે !

ડગમગે    કોઈ,    કોઈ  દોડે   છે
સર્વ   પોતાની  વયમાં  ચાલે છે !

કઇ   જગ્યાએ   સુરંગ  મૂકી   હો
લોક  સઘળાં જ  ભયમાં ચાલે છે !

જીવવાનું    ન   જીવવાનું  પણ
આ  બધું  તો  પ્રણયમાં ચાલે છે !

*- ભરત વિંઝુડા*

No comments:

Post a Comment