ઉદાસ સાંજ
સૂર્ય આથમ્યો સાંજે!
કેમ ઉદાસ છું આજે?
બોલું હું ને સાંભળ તું
છો પછી ડૂમો બાઝે!
દુઃખનો દરિયો પીઉં
થઈ અગસ્ત્ય, તું જોજે!
તું બધે છે જો તો તો
મારા મનમાં તું રહેજે!
તું રહ્યો જો મારામાં
કેમ ખોળું છું બીજે?
- હરિહર શુક્લ "હરિ"
૨૦૧૬ / ૨૨-૧૦-૨૦૧૮
No comments:
Post a Comment