Tuesday, 23 October 2018

અછાંદસ

🌹🌹🌹🌹🌹🌹🌹

પ્રેમ એટલે સ્વાર્થ જ નહીં
દોસ્ત , કે જેમાં ફક્ત પામવાની જ
ઈચ્છા હોય. પ્રેમ એટલે ત્યાગવું,
સાચા દિલથી ચાહવું , ગંગાના નીરની માફક પવિત્રતા હોવી,
હા , ચિંતા હોવી એ પણ એકબીજાના જીવનની.
પોતે એકબીજાને મેળવી ન શક્યા
છતાંયે નફરત નહિ ,પ્રેમ ને માત્ર પ્રેમ
પ્રેમ એટલે લોકોની કુદષ્ટિ નહિ,
પણ,
ચોખ્ખો આયનો.
વિરહની યાદોમાં પણ
ઈશ્વર જોડે એના સુખની યાચના કરવી
એ પ્રેમ !

અંશ ખીમતવી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment