Monday, 11 March 2019

ગઝલ

કોઈ ગરીબનું ગામ જોયું હોય તો આવે અહીં,
ને દર્દ એનું અનુભવી જોયું હોય તો લાવે અહીં.

ફાટી ચાદર તૂટેલી ખાટલી વચ્ચે ખાંસે છે વૃદ્ધ,
છાતીમાં ખજવાળી ખોયું હોય તો રડાવે અહીં.

જન્મારો આખો બીજાના આંસુ લોઈ કાઢ્યો હો ,
જેણે પોતાનું આંસુ બોયું હોય તો ગાવે અહીં.

બીજાને કાંધ આપી આપી થાકી જવાય છે,
કાંધે કફન ખુદનું ઓઢયું હોય તો ફાવે અહીં.

કાશીનું કરવત,ગંગાનું પાણી ને ગીતાની વાણી,
જેનું માવતારમાં મન મોયું હોય તો આવે અહીં.
મુકેશ કાનાની ii નકામ ii

No comments:

Post a Comment