Thursday, 21 March 2019

ગીત


ગીત

ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ !

હોળીનો પૈસો આલો, નવાઇલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઇલાલ !

આવી ઘેરૈયાની ટોળી, નવાઇલાલ !
ખાવાં છે સેવને ધાણી, નવાઇલાલ  !

દાણ માગે છે દાણી, નવાઇલાલ !
આવ્યા  નિશાળિયા દોડી, નવાઇલાલ !

શાહીની શીશીઓ ઢોળી, નવાઇલાલ !

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઇલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઇલાલ !

જૂની તે પોતડી પ્હેરી, નવાઇલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઇલાલ !

ઊંધી તે  પ્હેરીટોપી, નવાઇલાલ !
હસશે ગામની ગોપી, નવાઇલાલ !

ચશ્માની દાંડી વાંકી, નવાઇલાલ!
આંખોની આબરૂ ઢાંકી,નવાઇલાલ !

ચાલોને ઘેરમાં ફરશું, નવાઇલાલ !
નદીએ નાવણિયા કરશું, નવાઇલાલ !

કોરા રહેવાની વાત મૂકો, નવાઇલાલ!

આજે દિવસ નથી સૂકો નવાઇલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !
મૂછોમાં બાલ એક ધોળો, નવાઇલાલ !

કાળા કલપમાં બોળો, નવાઇલાલ  !
કૂવાકાંઠે તે ના જાશો, નવાઇલાલ !

જાશો તો ડાગલા થાશો, નવાઇલાલ !
આજે સપરમો દા’ડો, નવાઇલાલ !

લાવો ફાગણનો ફાળો. નવાઇલાલ!
ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ...    
          
હોળીનો પૈસો આલો, નવાઇલાલ !

No comments:

Post a Comment