🔶🔷 *ફાગૂન*
ફાગણ ફરફર આવીયો, હૈયે હરખ અપાર
રાધાનો રણકાર, નમણી નાગર વેલમાં...
નમણી નાગર વેલમાં, ચોગરદમ ચકચૂર
મીઠી સરસ મધૂર, લાગઠ દીઠી લે'રખી
લાગઠ દીઠી લે'રખી, ચાલંતી ચોમેર
નાચંતી નાઘેર, વાસંતીનાં વાયરે
વાસંતીનાં વાયરે, ઘમ્મર ઘમ ઘેરાય
વા'લપથી વેરાય, નજરું ફૂલી ફાંગણે
નજરું ફૂલી ફાંગણે, રંગોમાં રેલાય
ફોરમ ઇ ફેલાય, આહીર અંગે અંગમાં
છંદ - ત્રિભંગી 🔹
ફાગૂન વાસંતી, પદ નાચંતી, ધરણી બનતી રસઝરણી
ગીતે ગાજંતી, ને હરખંતી, મુખ રમયંતી, મનહરણી
અધરે મલકંતી, નભ દરશંતી, ઘટ ગૂંજનતી દીઠેલી
દિસે દમયંતી, રાસ રમંતી, સૌ મનગમતી સાહેલી
જીરે સહુ મનગમતી સાહેલી ...
છંદ હરિગીત 🔹
ફાગૂન આયો ફૂટડો, કોયલ કિલોલે કૂંજતી
મોહન મનોહર રાસડે, ધીંગી ધરાયું ઘૂમતી
રાધા રમણને ગોપીયું, ગાલે ચકોરી ચૂમતી
હોલી હરેકે અંગ પર, ઉમંગ લેરે લૂમતી
રંગો અધર પર ઉમટી, ચકચૂર બનતા બે ઘડી
ફરફર ફરુકે ફૂલડે,,ભરપૂર સાજન પ્રિતડી
ભીનાશ નાગરવેલમાં, આવી વસંતે કૂદતી
હોલી હરેકે અંગ પર, ઉમંગ લેરે લૂમતી..
માવજી એમ આહીર 🌱
No comments:
Post a Comment