Sunday, 12 April 2020

ગઝલ

*ગુજરાતી રસધારા સ્પધાઁ..*
*શબ્દ-કુશળ..*

*ઝાંખી દિલમાં જરી તો જો,*
*આંસુ નયનમાં ભરી તો જો.*

*મનાઈ  છે ફરવાની બહાર,*
*પરત હેમખેમ ફરી તો જો.*

*ખુબ અટકચારા કયાઁ બીજે,*
*ઘરમાં ધમાધમ કરી તો જો.*

*ઝગડો ટંટો કયાઁ બહુ બહાર,*
*મેદાને ઝપાઝપ લડી તો જો.*

*આશિઁવાદ લીધા તે ઉભડક,*
*ચરણમાં દંડવત પડી તો જો.*

*મિત્રતા નિભાવી લીધી હવે,*
*ક્ષત્રુને એકાએક નડી તો જો.*

*લગાવ હતો બીલકુલ સાચો,*
*તાંતણો દીલથી જોડી તોજો.*

*દિનેશ,કુશળ રહેતો કાયમ હુ,*
*મોહ મારો લગાડી  તો જો.*

*દિનેશ સોની,*
*રાપર કચ્છ,*
*તા.12/04/20.*

No comments:

Post a Comment