*નયનમાં આખો સમુંદર ભરી બતાવો*
*લ્યો તમે આંસુ નો દરીયો તરી બતાવો*
*રહેણી કરણી નેક રાખવી હોય તમારે*
*સઘળી વાતો સત્ય અને ખરી બતાવો*
*અન્યના પાપ થી તમે ડરો કે ના ડરો*
*ખુદ ના કર્મોથી થોડુંક તો ડરી બતાવો*
*જગતમાં નામ તેનો નાશ છે એક દિ'*
*સમ દ્રષ્ટિ કેળવીને તમે મરી બતાવો*
*જો કલ્યાણ ઈચ્છતા હો આત્માનું તમે*
*ભીતર ઉતરીને પછી હવે હરિ બતાવો*
*શામજી માલી રાપર કચ્છ*
No comments:
Post a Comment