પ્રતિક્ષા કરતો ઉભો રહ્યો સમય સરી રહ્યો,
ચક્રવાત સર્જાયું વંટોળીયો આવ્યો ને ગયો.
વિશ્વાસ ટકાવી રાખીસ હું છેલ્લા શ્વાસ સુધી,
અમિનેશ તપતી આંખો જોતી રહેશે તારી રાહ.
તું ટકાવી રાખજે રૂંધાતો શ્વાસ આવી રહી છે તું,
એક તીતલી આવી ફૂંક મારી કહી ગઈ કાનમાં.
વહી રહ્યો મંદ વાયરો તારા આગમનનું એંધાણ,
દબાતા પગલાંનો પગરવ તારા અગમાનનું પ્રમાણ.
વાતનું વતેસર કરી ગયો આવ્યો એક વંટોળીયો,
શ્રદ્ધા સમર્પણ વિશ્વાસના આ સંસારમાં
યોગેશ વ્યાસ(વલસાડ)
૧૨.૦૪.૨૦૨૦
*શુભમધ્યાહ્ન*
No comments:
Post a Comment