Sunday, 12 April 2020

ગઝલ

તું   સાથમાં  રહે  એ   સફરનું   મહત્ત્વ  હોય !
બાકી તો  આમ  એકલાં  ઘરનું મહત્ત્વ  હોય !

જ્યાં આપણાં  સિવાય કશું આપણું ન હોય!
શેરી ,ગલી  એ  ગામ,  નગરનું  મહત્ત્વ  હોય !

મેળાઓ   પૂરતી    હોય    તળેટીની  ભવ્યતા ;
વાસ્તવમાં જાણીએ તો શિખરનું મહત્ત્વ હોય !

ક્યારેક   એવું   થાય    નિડરતા   મહાન   છે !
ક્યારેક   એવું   થાય  કે, ડરનું  મહત્ત્વ  હોય !

એમાં    મહત્ત્વપૂર્ણ     ફકીરી     બની     ગઈ ;
ફાકી   બની   ગઈ   તે  ફિકરનું  મહત્ત્વ   હોય!

આખી   સભાને  આમ  તો  કહેવાય છે ગઝલ
એકાદ   દાદ   માટે    કદરનું    મહત્ત્વ   હોય !

ભરત ભટ્ટ

No comments:

Post a Comment