Sunday, 12 April 2020

ગઝલ

*સત્કારવો  જ   હોય, તો   દમામદાર  છે*
*મારા  પછી   ઊભેલ  મારો  અંધકાર  છે*

*ગૂંગળાવવાની  વાત  નથી, સત્ય કહું  છું*
*અણઘડ છે આંગળી ને ચીંધવું અપાર છે*

*નિર્ભર રહેશે સ્થિતિ-પ્રજ્ઞતા એ  વાત પર*
*કેવો   હકાર   કે   નકાર   કે  સ્વીકાર  છે !*

*ઘેટાં   સમા  વિચાર  કેણી  પેર  વાળીએ !*
*એકાદ  હોય - હોય, અહીં તો  હજાર છે*

*જેની  ને  તેની  સામે  ઘણું   હારતો રહ્યો*
*મૃત્યુની સામે  દોસ્ત,  હવે છેલ્લી હાર  છે*

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment