Sunday, 12 April 2020

ગઝલ

દાદા  નો'તાં, એને દાદી  નહોતી,
એની પાસે વાતો ઝાઝી નહોતી.

એટલી સંપન્નતા પણ હતી ક્યાં,
ને દશા  કોઈની  માઠી  નહોતી.

એના આધારે  ટકેલી હતી  છત,
ભીંત  દેખાવે  તો સારી નહોતી.

તો ય જીવનમાં હતા સ્વાદ એને !
વાનગી  ક્યારેય  ચાખી  નહોતી.

એટલે ચિંતામાં ડૂબી ગઈ ડાળ,
એક  ચકલી આજ ગાતી નહોતી.

ઘર વગર તો ક્યાં રહે આ ખુમારી
કોઈ  પાસે  એવી  છાતી નહોતી.

બાપુને મળતા હતા ખ્યાલ એના,
એની  પાસે જોકે  ખાદી નહોતી.

થાય છે તેથી  જ  'રાકેશ'  ચિંતા,
આંબલી છે તો ય ખાટી નહોતી !

.......... રાકેશ હાંસલિયા.......

No comments:

Post a Comment