Wednesday, 8 April 2020

ગઝલ

એનું અસ્તિત્વ ધારવા માટે!
ક્યાં ગજુ છે વિચારવા માટે!

આંખ મીંચી ને મન ઉઘાડી દો
એને ભીતર ઉતારવા માટે

જે લખો એ વિચારીને લખજો
તક મળે નઈ સુધારવા માટે

એ ડુબાડે ને એજ તારે છે
એજ હિંમત છે ખારવા માટે

આંખ બારી છે મનની એક સુંદર
એ નથી આંસું સારવા માટે

કિરણ 'રોશન'

No comments:

Post a Comment