વચ્ચે
બળે છે કશું ફેફસાંઓની વચ્ચે!
જીવું છું, જલન છે બે શ્વાસોની વચ્ચે!
તમે આવશો કે નહીં, ના હું જાણું:
પૂનમ આવશે બે અમાસોની વચ્ચે!
ભલે આંખ બોલે, રહે મૌન હોઠો
જવાબો મળે છે સવાલોની વચ્ચે!
કહું, સાંભળો જો, તો મારી કથા હું
ગીતોમાં જ બે અંતરાઓની વચ્ચે!
કહું કેવી રીતે છે સારો, 'હરિ', હું?
દિવસ ક્યાં ઊગ્યો છે બે રાતોની વચ્ચે?
હરિહર શુક્લ 'હરિ'
No comments:
Post a Comment