Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આતમને પૂછીને જીવું જીવનને લૂંટીને જીવું
મળવા-છૂટા પડવાનું શું? કો' છે એ ભૂલીને જીવું
ધરતી અવસર ના આપે તો આકાશે ઝૂલીને જીવું
પોચી માટી,ખૂંચી જાઉં, ને પાછી ઊઠીને જીવું,
ગૌરવને નેવે ના મૂકું, હા,થોડી ઝૂકીને જીવું
- સ્વાતિ શાહ
No comments:
Post a Comment