મારા ચહેરાનું ઘરેણું :
મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ , મને ખમ્મા....
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા ....
કોણ જાણે ક્યાંથી આ નાસિકાનાં છાંયડામાં;
દોમ દોમ તાણી છે રાવટી
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં,
એક એક તંત છે બનાવટી !
કોઈ નથી કરતું પડપૂછ,મને ખમ્મા !
ખોખારા મારવાથી હિંમત રહે છે,અને લાગે છે વાહ વાહ ને દાદૂ !
બાકી તો માછલી બતાવે છે રેતીના-
રાફડામાં જીવવાનો જાદૂ !
ધીંગાણું કોણે જોયું છે ? મને ખમ્મા ...
મારા ચહેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા...
રમેશ પારેખ :
No comments:
Post a Comment