Saturday, 11 April 2020

ગઝલ

જાણતાં જાણી લીધું કે જાણતાં તો કંઈ નથી,
એક પગલું દૂર સુધી ચાલતા તો કંઈ નથી.

કેન્દ્ર સમજી જાળ જેવું રોજ નૂતન સર્જીએ,
તાંતણાં જેવા છે શબ્દો આપતા તો કંઈ નથી.

અર્થનું આકાશ ઊંડું કેટલા અર્થો કરે?
છે જ તો પ્રતિબિંબ પડઘા પાડતા તો કંઈ નથી.

એમનું એવું હતું જેવું હતું તેવું હતું,
મૌનનો મહિમા લખી આલાપતા  તો કંઈ નથી.

રોજ સૂરજની દિશામાં સપ્તરંગોને જુઓ,
સપ્તરંગો સૂર્યને સરખાવતા તો કંઈ નથી. 

                  ---------ગુણવંત ઉપાધ્યાય
08042020

No comments:

Post a Comment