Saturday, 11 April 2020

ગઝલ

               અવિનય થવા લાગે

મળે બે વાર આંખો ચાર ને પરિચય થવા લાગે
અને અણજાણતાં ધીરે ધીરે અનુનય થવા લાગે

હતી બંનેય આંખો બંધ ને હોઠો હતા ખુલ્લા:
અઢી અક્ષર ન સંભળાયા, મને સંશય થવા લાગે

તિરાડો બેય વાવોમાં પડેલી છે, છતાં જુઓ:
ટીપે ટીપે ટીપે આંસુ તણો સંચય થવા લાગે

ખૂલે રંગમંચનો પરદો અને તાળીઓ પણ વાગે
પછી ખેંચાય ત્યાંથી દોર, અહીં અભિનય થવા લાગે

'હરિ' ને ટોકતો રહું છું કદીક મારી દશા ઉપર
વિનય હદ બ્હારનો એને ક્વચિત અવિનય થવા લાગે

                   હરિહર શુક્લ 'હરિ'

No comments:

Post a Comment