Saturday, 11 April 2020

ગઝલ

શુભ સવાર જય ભોલે ...

જોયા છે....

પાળિયા બનીને પૂજાતા માણસ  જોયા છે..
સૂરજની બદલીને ભરતા ફાનસ જોયા છે...

લોહીના ગુણોની વાતો રહી ગઈ છે હવે..
બાપ સામે દાવો કરતા વારસ જોયા છે...

કળીયુગ આયો કળીયુગ આયો સૌ કોઈ બોલે..
આજેય સુદામા બનીને ફરતા પારસ જોયા છે...

મરી નથી માનવતા હજુ એ ક્યાંક ધબકે છે..
આદિત્ય સામે અમે લડતા આરસ જોયા છે...

જગતને જાણતા, માણતા, ચાહતા ને  સાલસ..
વસુંધરાની કોખમાં રમતા માણસ જોયા છે...jn

No comments:

Post a Comment