Saturday, 11 April 2020

ગઝલ

વળ્યો છું હું પાછો હવે ઘર તરફ.
વળે છે બધા  જેમ  ઇશ્વર તરફ.

પરમ સત્ય દર આવી ખખડાવશે,
ગયા  જેમ  ગોરખ  મછંદર તરફ.

બધોયે  ભરમ  શાંત  થાશે પછી,
નજર માંડ તું બસ યુગાંતર તરફ.

કિનારે વધી આગ જ્યારે અમે,
પછી  દોટ  મૂકી  સમંદર  તરફ.

તડપશે પછી  જ્ઞાન માટે 'કમલ',
સફર આદરી લે તું ભીતર તરફ.

કમલ પાલનપુરી

No comments:

Post a Comment