જે પ્રતિબિંબમાં મૃગજળ દેખાય
એવું પારદર્શી દર્પણ લઇ બેઠી
જ્યાં જ્યાં મારુ જ સ્મરણમાત્ર ન હતું
એવી નજર ને સલામ કરી બેઠી
તરછટ સંબંધો ની કરચો લઈ
લાગણીઓમાં તિરાડો પૂરતી રહી
છળ ને કપટ પ્રબળ જોયા બધે
પગ તળે પરપોટા મૂકતી રહી
દહેશત ને મોહરો બનાવી બધે
તકદીર હથેળીમાં શોધતી રહી
હતું બધાને મારા બનાવી દઈશ
પણ વ્યર્થ પળોને સજાવતી રહી
સમયના કઈ લસરકે પહોંચી
ને સમર્પણના ઓડકાર ખાતી રહી
હવે જ્યાં નામ જ નઈ ત્યાં જવું નઈ
એવી હયાતી નું તોરણ બાંધી રહી
કિન્નરી એમ. દવે
અમદાવાદ
No comments:
Post a Comment