તું આવી હાલ આપી દે મને મમ્મી!
ને અઢળક વ્હાલ આપી દે મને મમ્મી!
ભરું હું પ્રેમથી પપ્પી હજારો ત્યાં,
સુકોમળ ગાલ આપી દે મને મમ્મી.
બધો પ્રસ્વેદ હું રૂમાલથી લૂછું,
તું તારું ભાલ આપી દે મને મમ્મી!
કરોડો માણસો વચ્ચે અલગ પાડે,
તું એવું ચાલ આપી દે મને મમ્મી.
હવે તો શબ્દ છે જીવન અને મૃત્યુ,
તું સુંદર ખ્યાલ આપી દે મને મમ્મી.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment