Sunday, 5 April 2020

ગઝલ

થઈ   રહી    છે  તપાસ  માણસની!
શ્વાસની     આસપાસ    માણસની!

આમ  માણસની, ખાસ  માણસની
થઈ   રહી   છે  તપાસ   માણસની !

સ્પર્શતામાં    તૂટે    છે , લાગણીઓ-
જાણે થઈ ગઈ છે ગ્લાસ માણસની!

એક   બાજુ    વહે    છે   ગરનાળુ
બીજી   બાજુ   સુવાસ  માણસની !

જિંદગી   છે   આ   બંધ   કમરામાં
સાચાં - ખોટાં   ખલાસ   માણસની !

          ભરત ભટ્ટ

No comments:

Post a Comment