ભોમિયા ભૂલા પડ્યાના દાખલા છે,
રખડુને મંઝિલ મળ્યાના દાખલા છે.
શોધતા હો આભમાં જેને તમે એ,
ચાંદ ધાબા પર જડ્યાના દાખલા છે.
તર્જની મોટી કરી દેખાડવા તો,
કાપ અંગૂઠે કર્યાના દાખલા છે.
પતિ પત્નીનું તો એવું છે ને ભાઈ,
પાર્વતી - શંકર લડ્યાના દાખલા છે.
આમ જૂઓ તો શું છે વ્હેતી નદીઓ?,
ક્યાંક પાણાઓ રડ્યાના દાખલા છે.
ડો. હિતેશ પટેલ ‘હિત’
No comments:
Post a Comment