જિંદગી મસ્ત જીવવા માટે
ના જગા રાખી ઝાંઝવા માટે
દોષ કોને દઉં વ્યથા માટે!
કોને કહું અશ્રુ લુછવા માટે!
ઘાવ હું ને ઈલાજ પણ હું છું
કોને જઈ કરગરું દવા માટે
તું છે મારો એ સાચું તો છે, પણ
શું કરું તારા થઈ જવા માટે?
જીવવાનો બીજો અરથ એ પણ
રોકવાની જગા હવા માટે!
ઉંઘમાંથી હવે નથી ઉઠવું
સ્વપ્ન અકબંધ રાખવા માટે
છે ભરોસો જો નાવ ડૂબે તો
એજ આવે ઉગારવા માટે
કિરણ 'રોશન'
No comments:
Post a Comment