Saturday, 11 April 2020

ગઝલ

### સૂચનો જરૂર કરશો ###

આવો બાપ!

હળવે હળવે ચાલો બાપ!
પગમાં જોડા ઘાલો બાપ!

પીળાં પર્ણો ખૂબ ખર્યાં!
ફાગણમાં બસ ફાલો બાપ!

બાગોમાં ફૂલો ખીલ્યાં:
કે ગુલાબી ગાલો બાપ!

રણ છોડી ક્યાં નાસેલો?
તોયે પીઠે ભાલો બાપ!

લપસી જાઉં એ પ્હેલાં
'હરિ' આવો ને ઝાલો બાપ!

હરિહર શુક્લ 'હરિ'
છંદ : (ગાગાગાગા) + (ગાગાગા)

No comments:

Post a Comment