ગઝલ......"ચડી ગ્યો છું."
સામે પાણીએ ચડી ગ્યો છું,
જૂઠને બેશક નડી ગ્યો છું.
લોકને કાઠું પડે છે ને !
તેથી કે છે બૌ,ચડી ગ્યો છું.
થાકી જાઉં છું ઘણી યે વાર,
તો હ્રદય ખોલી રડી ગ્યો છું.
સત્યને જીતાડવા માટે,
કૈકના ચરણે પડી ગ્યો છું.
મૌન થઈ બેઠો હવે તો સાવ,
કે"વિજય"ને હું જડી ગ્યો છું.
વિજય જાદવ
૦૯:૦૨:૨૦૨૦
No comments:
Post a Comment