*કોણ માનશે ?*
વિધ્વંશ વાણીથી વહેતી વાતો કોણ માનશે ?
વિરોધીઓ દ્વારા કહેલી વાતો કોણ માનશે ?
વાતો વાતોમાં મહા વિખવાદ સજાઁય ત્યારે,
ખુદની નજરે જોયેલી વાતો કોણ માનશે ?
વતઁમાનમાં વ્યંથા પુવઁકથી કહુ છુ એટલે જ,
ભુતકાળની વિતી ગયેલી વાતો કોણ માનશે ?
કહેવાથી ઝણઝણાટી વ્યાપેલી હોવા છતાં,
ગોખીને ગાઈ વગાયેલી વાતો કોણ માનશે ?
પશ્ર્ન પ્રરિપેક્ષથી ઉદભવેલી પરીછીનતામાં,
મનોમંથનથી મનાયેલી વાતો કોણ માનશે ?
વાતવાતમાં વાતોનું વતેસર થઈ જાય તોય,
કોઈકોઈથી કોહવાયેલી વાતો કોણ માનશે ?
દિનેશ,વાતોની વાતોમાં ઘણો ફેરફાર હોય છે,
ખુબીથી ખણખોદાયેલી વાતો કોણ માનશે ?
*દિનેશ સોની,*
No comments:
Post a Comment