વળ્યો જ્યાં હું ધીમેથી વાંકો,
પડ્યો લાગણીમાં કડાકો.
અહીં પંખી ચણતાં હતા પણ,
કર્યો છે તમે તો ધડાકો.
સતત માપપટ્ટીને પકડી,
તમે આદમીને ન આંકો.
જખમ ખૂબ ઊંડે થયા છે,
ભરું સોયથી કેમ ટાંકો?
હજી દૂર મંઝિલ ઘણી છે,
ન આવી રીતે આપ થાકો.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment