ગઝલ..."દીકરીનો બાપ છું."
દીકરીનો બાપ છું, દીવાનો છું
દીકરીથી નક્કી હું તરવાનો છું.
વિશ્વની આંખો હશે મારી ઉપર,
દીકરીને લઇ ખભે ઉડવાનો છું.
દીકરી જીવો તમે વર્ષો લગી,
હાથ તારા શિર ઉપર ધરવાનો છું
દિલથી અળગાં દીકરી પડતાં નથી,
હર પળે સાથે જ લઇ ફરવાનો છું.
દીકરી તો શક્તિ અંબા છે"વિજય"!
પૂછડા મારી , હું ક્યાં ડરવાનો છું!!!
હૈયા કેરો કટકો બોલ્યો આજ કે,
હું ય તારો લે બું.ચ્ચ.દીવાનો છું.
કવિ વિજય જાદવ
No comments:
Post a Comment