સાંજ સોનેરી ખીલી છે તારા થકી,
ખુશ્બુ યાદોની સીંચી છે તારા થકી.
જિંદગી હોય સરવાળો જો રંગનો,
તો મેં રંગીન જીવી છે તારા થકી.
હોય તડકા સમી કે પછી છાંય સમ,
હર લડાઈ મેં જીતી છે તારા થકી.
જેટલી ઈચ્છી મેં એથી છલકી વધું,
પ્રેમની પ્યાલી પીધી છે તારા થકી.
એક સરખી કદી વીતતી ક્યાં પળો?
પણ હા ભરપૂર જીવી છે તારા થકી.
સંગીતા મોદી
No comments:
Post a Comment