Saturday, 11 April 2020

ગઝલ

દૂરથી એની આંખો મને ભાળતી ,
સમજી એવું સમય મારો હું ગાળતી .

હદ ઉપર જાય પાગલપણું એમનું,
આ નથી પ્રેમ; કહી વાતને ટાળતી .

હિમ સમી થાય ના જિંદગી; એટલે-
જ્યોત દીવાની કાયમ હું પંપાળતી .

મેં ના રાખ્યું કદી કોઈ અક્કડપણું,
જોગ માફક સતત જાતને ઢાળતી .

એને બળવા નથી લાકડાની જરૂર ,
ઝાળ રણની સખત જેને હો' બાળતી

મારનાં સોળ એથી ના દેખાય કોઇ ,
ત્યાં મલમ પણ લગાવાનું હું ટાળતી .

*કાજલ કાંજિયા 'ફિઝા'*

No comments:

Post a Comment