Sunday, 18 September 2016

ગઝલ

જાત  સાથે  તું  કદી  સંવાદ  કર!
આવશે ઉત્તર, તું  ધીમે સાદ કર!

ના  સ્મરણને ભૂલી શકશે તું કદી!
ક્યાં જરૂરત છે કશી, ના  યાદ  કર!

છે અફર, આ કર્મનો સિધ્ધાંત તો,
ના કદી પણ કોઈને બરબાદ કર!

ના ટીકા ને ટિપ્પણી કર આ રીતે,
થાય તો બસ, તું સરસ આસ્વાદ કર!

જિંદગીભર માનશે ઉપકાર એ,
કોઈના જીવનને તું આબાદ કર!

છે હ્રદયમાં પ્રેમ તો તું વ્યક્ત કર!
પણ ના આ રીતે તો તું ઉન્માદ કર!

એક સરખું આ જીવન ચાલ્યા કરે,
કોઈ વાતે  તો કદી  અપવાદ  કર!

છું તરસ્યો હું જીવનભરનો પ્રિયે,
પ્રેમનો મારા પર  વરસાદ  કર!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment