Friday, 16 September 2016

ગીત

પધરાવી દઈએ
ડૉ. ભાવેશ જેતપરિયા

હોંસભેર ઉજવણી કરતા અલક દલક ટીલાં ટપકાંને પધરાવી દઈએ
હોય મનડું સાબૂત ઘરનું ભેખડ પરથી ધ્રબાંગ કરતાં ભૂસકો દઈએ

ગૂંજે ઢોલ શરણાઈ ચંગ જંગ જંતર નવલી ભાતે રેલમછેલ સભામાં હલક વહેતી
વાદ વાદના દવ ભરેલા શોર જોર લઈ પકડાપકડી ફરક ફૂદરડી વરતી તોરે વહેતી
આકારોની બાંધી મજબૂત દોરી છોડી અંદર બહાર સજજડ સજજડ રમતા થઈએ

પરસાદી પગથાળે ઢગલો બત્રીસ કોઢે મુકી સોને-રુપે મઢતા ખોલ્યા પટારાનાં તાળાં
થોકબંધ લહેરાય ધજામન ભરચક લાગે એકલ ખૂણે ખટકે ભીખારીના અવળા ચાળા
આકારોની પાર સાર લઈ પરમ પડખે સાવ લગોલગ ને છલોછલ બેસી જઈએ

(  મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

No comments:

Post a Comment