ઇંધણટાંકી
વહી દા ડ્રાઇવર
ખોપરી ના શહેરમાં
મગજનું
એ સ્ટેશન શોધું છું
જયાં હજી
તારા નામની પ્લેટ
ખખડી છે
કરોડરજ્જુ ના સંદેશા જેવો
સમય
પવન બનીને ફૂંકાય ત્યારે
એ પ્લેટ નો ખખડાટ સાંભળવા
.હજી લથડયા કરું છું
દારુડિયો
દારુ પીધા પછી જેમ
બકવાસે ચઢે તેમ
......
કવિતા ના પાટે
હું ચઢી જાઉં તો
તેમાં કંઇ નવાઇ નથી
શહેર તો હવે મારું નથી
સ્ટેશન પર
હવે નામની પ્લેટ નથી
મને કંઇ વાંધો નથી
હજી મારા માં
ઠસ્સો ઠસ
સ્પેસશટલની ઇંધણટાંકી જેવા
ગાળેલા દિવસો ભર્યા છે
અને તું જ કહે તો
કવિતા માટે
આટલું કંઇ ઓછું છે કે....?
Friday, 16 September 2016
અછાંદસ
Labels:
વહીદા ડ્રાઇવર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment