માંગવાની પ્રથમ કળા માંગે,
એજ લોકો પછી ખુદા માંગે!
જિંદગીભર નો સાથ ક્યાં મળે છે?
વૃક્ષ પણ પાંદડા નવાં માંગે!
અટપટી હોય છે પ્રણય ની સમજ,
કોઈ દિલ તો કોઈ દુઆ માંગે!
કોણ શું માંગે એ ખબર નાં પડે,
કોઈ ક્યાં આવરણ વિના માંગે!?
એજ તો હદ હશે દિવાનગીની,
કોઈ ખુશ્બુ કને હવા માંગે!!
રોજ આસ્થા સવાલ તો કરે છે,
રોજ મંદિર જઇ ક્ષમા માંગે!
આપવું હોય તારે તો પ્રભુ આપ,
લોકો તો આવતાં જતાં માંગે!
દેવાંગ નાયક.
No comments:
Post a Comment