છે સકળ આધાર સૌ વર્તાવ પર,
મેંહકે સંબંધ સૌ સદભાવ પર.
ઓળખે છે કોણ કોને શી ખબર ,
મરતબા સૌ શોભતા શરપાવ પર.
હોય જો સંગાથ તારો નામનો ,
શી ફિકર કોઈ કરું અલગાવ પર.
છે હુનર તારા નશીલા રંગના,
શું કહું મોસમ તણા બદલાવ પર.
લાગણી ભીનાશ લઈ ઊભી રહી,
વાત અટકી સ્હેજ મન મોટાવ પર.
લપસણી કેડી બધી સંસારની,
જિંદગી ઊભી રહી ઢોળાવ પર.
વાદ છો, ચાલ્યા કરે સહુ ધર્મના,
મન વિસામો આખરે સમભાવ પર.
" દાજી"
No comments:
Post a Comment