Monday, 19 September 2016

ગઝલ

તુજ મરજી હોય નાતો આપણો બંધાય પણ,
જિંદગી સામે હરખ ની ભાવના સર્જાય પણ.

વાયદા પર વાયદાઓ તે કરે કાયમ સતત,
પ્રિતઘેલા આ હ્રદય ને આ બધું સમજાય પણ.

લો અમારો સાથ છોડી દુર ક્યાં ચાલ્યા તમે,
ચાર ડગલા સાથ ચાલી કાફલો ફંટાય પણ.

છે ઘટાઓ જલ ભરેલી ને છતાં વરસે નહીં,
વાયરા વાઈ ઘટાને દુર ખેંચી જાય પણ.

આપનો શણગાર સૌના મન હરી લોભાવતો,
મુખ સુંદર જોઇ નજરો રુપથી અંજાય પણ.

એક ક્ષણના દર્શ માટે ભકત ભટકે દરફદર,
ચાહના રાખી ફરે ના આશ પુરી થાય પણ.

નામ તેનું રોજ હોઠે ગણગણો માસૂમ ભલા,
લાગણી આંખો ભરીને સ્નેહ થી છલકાય પણ.

           માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment