ડૉ. ભાવેશ જેતપરિયા
અફવાની હેલીમાં ડૂબ્યા જન સઘળા વન લથબથ મન લૂમે ઝૂમે ઘરાક થઇ ગઇ મીઠી અફવા
અફવા આંગળિયુંથી વેંતવેંતને વાંભ વાંભ થઇ વાંસ વાંસને છેડે ચોળે પીઠી અફવા
અફવા ધારદાર થઇ આરપાર વીંધે મારગ ચીંધે અફવા ફળિયામાંથી નીકળે અફવા પીઠ પલાણે
અફવા તબડક ઘોડી અફવા ઊડે ડુંગર પાર દરિયા સાત હોય કે સો સો કૂદી હાલી જાય અટાણે
અફવા આ કાનેથી કૂદી અફવા ઓ કાને જઇ જુદી ફૂલણસી થઇ ફૂલેકે દીઠી અફવા
અફવાની હેલીમાં ડૂબ્યા.....
અફવા વાનર વેલે ચડતી ડાળે ડાળે પાને પાને પૂગે અફવા મૂળ મારગથી છેટી જઇને બેઠી
અફવા હેલો સીમ પરીનો વેલો અફવા
મારગ મારગ ભૂલી અફવા ડૂલી ગઇ મન મોજી મારગ પેઠી
અફવા કાગળ પરના અક્ષર અફવા ભરસભાનું બીડું અફવા સળગી વળગી ચિઠ્ઠી અફવા
અફવાની હેલીમાં ડૂબ્યા.....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુલ )
No comments:
Post a Comment