ગઝલમાં ગઝલ હો ન બીજું કશુંયે ,
અદબ બા-અદબ હો ન બીજું કશુંયે .
કદી આંખ સામે ધરો આંખ ત્યારે ,
ચઢેલો અમલ હો ન બીજું કશુંયે .
શરત એટલી હો તલબ માપવાની ,
તલબ પણ અતલ હો ન બીજું કશુંયે .
ભલેક્ષ ક્યાંક રસ્તે ખરી જાય પીંછાં ,
ટહુકવું અટલ હો ન બીજું કશુંયે.
ન હો અર્થ એ'કે સમજ ના કશી પણ ,
નરી ગડ મથલ હો ન બીજું કશુંયે .
---------------વારિજ લુહાર
No comments:
Post a Comment