તને જોવા અરીસા ગોઠવું છું રોજ ભીતરમાં,
ફરી ગેબી અવાજો આવતાં કે શોધ ભીતરમાં.
હજીયે હાથ વીંઝું છું હવાનું પોત પારખવા,
પવનનો તો ય લાગે છે મને કાં બોજ ભીતરમાં.
વિચારોને નથી ચ્હેરાં છતાંયે દાંત ભીંસે છે,
લડાયક વેશ પ્હેરીને ધસે છે ફોજ ભીતરમાં.
સમાંતર ચાલ પડછાયા મને વિચલીત ના કર તું,
તળેટીમાં ફરું છું સાચવીને ટોચ ભીતરમાં.
બધું યે શાંત ભાસે છે સલામત જળ તરંગોમાં,
છતાં ખાળ્યા કરું છું એકધારો ધોધ ભીતરમાં.
-------------------વારિજ લુહાર
No comments:
Post a Comment