Wednesday, 7 September 2016

ગઝલ


છબી.....

છબી જે તમારી નયનમાં રમે છે..
તમોનેજ મળવું, મનેતો ગમે છે...

મળી જ્યાં નજર આ નજરને તમારી..
ખબર ક્યાં હવે, શ્વાસ એમા શમે છે....

હતું આગલા જન્મનું જે કરજ આ..
હ્રદય પર પુરાવા તમારા ભમે છે...

નથી ઝંખના કે નથી કોઇ આહટ,,
ન જાણે  હ્રદય કેમ જોવા નમે છે...

"જગત" આખુ કે'શે..! હવે તું ભુલી જા ..
હવે બંધ નયને જ સુવું ગમે છે....jn patel  'jagat'

No comments:

Post a Comment