Wednesday, 7 September 2016

ગઝલ

એકલા માયુસ બેઠા કેમ ઊંડા શોકમાં,
જીવતર નો ભાર તાણી ને ધરાની ગોદમાં .

ધુનમાં આવી ચડેલા જોખમો સામે પડી,
જાતને ગાળી રહેલા દર્દના આગોશમાં.

પુર જડપે જો સમયની દૌડમાં લાગે જગત,
એટલે આગળ જવાને રાખ હસ્તી હોડમાં .

હાથ થી સરકી ગયેલી પળ પરત ફરતી નથી,
સાચવી લે સર થયેલી આ ક્ષણોને છોડમાં.

આંખમાં સળગી રહેલી ભાવ શુન્ય લાગણી,
સ્નેહ વીના જીવનારા થાય અતડા લોકમાં .

કોઇના માસૂમ સહારે ક્યાં કદી જીવન ચલે,
જાત પર રાખી ભરોષો તુજ નાતો જોડમાં.

              માસૂમ

No comments:

Post a Comment